સરકારી કંપનીમાં બહાર પડી ભરતી, 10-12 પાસ માટે ગોલ્ડન તક,, 65,000 રૂપિયા સુધી પગાર

જો તમે 10 કે 12 પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની 515 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
જો તમે 10મું કે 12મું પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની 515 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા યુવાનોને તાલીમની સાથે સાથે સારું સ્ટાઇપેન્ડ પણ મળશે અને ભવિષ્યમાં કાયમી નોકરી મેળવવાની તક પણ મળી શકે છે.
2/7
BHEL દ્વારા અરજી પ્રક્રિયા 16 જૂલાઈ 2025થી શરૂ થઈ છે. રસ ધરાવતા ઉમેદવારો BHEL ની સત્તાવાર વેબસાઇટ trichy.bhel.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ 2025 નક્કી કરવામાં આવી છે. આ પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
3/7
આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 515 જગ્યાઓ ભરવામાં આવશે. આમાં ફિટર, વેલ્ડર, ટર્નર, મશીનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન, સુથાર, પેઇન્ટર, પ્લમ્બર અને અન્ય ટેકનિકલ ટ્રેડનો સમાવેશ થાય છે. આ તક એવા યુવાનો માટે ખૂબ જ ખાસ છે જેઓ ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરવા માંગે છે અને સરકારી ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માંગે છે.
4/7
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 10મું કે 12મું પાસ હોવું આવશ્યક છે. આ સાથે માન્ય સંસ્થામાંથી મેળવેલ સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. ઉમેદવારોએ એ પણ નોંધવું પડશે કે તેઓએ 2021, 2022 અથવા 2023 માં ITI પરીક્ષા પાસ કરી છે.
5/7
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. જો કે, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) ના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
6/7
એપ્રેન્ટિસ તરીકે પસંદ કરાયેલા ઉમેદવારોને તાલીમ દરમિયાન દર મહિને 8,000 થી 9,000નું સ્ટાઈપેન્ડ મળશે. આ ઉપરાંત જે ટ્રેડમાં અનુભવ અને કૌશલ્યની માંગ વધુ હોય છે ત્યાં પગાર દર મહિને 65,000 સુધી જઈ શકે છે. BHEL જેવી મોટી સરકારી કંપનીમાં એપ્રેન્ટિસશીપ કરવી એ કારકિર્દીની મજબૂત શરૂઆત માનવામાં આવે છે.
7/7
મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મેરિટ લિસ્ટ 10મા, 12મા અને ITIમાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.
Sponsored Links by Taboola