સરકારી નોકરીઃ બીએસએફમાં અધિકારી બનવાની શાનદાર તક, મળશે 200000 રૂપિયાનો પગાર
આ પોસ્ટ માટે 31 ડિસેમ્બર અથવા તે પહેલા અરજી કરી શકો છો. આ ભરતી દ્વારા કુલ 12 પોસ્ટ ભરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકઈ જગ્યાએ પર થશે ભરતી - ડેપ્યુટી ચીફ એન્જિનિયર-03 જગ્યાઓ, સિનિયર એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર – 07 જગ્યાઓ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (લોજિસ્ટિક્સ) – 02 જગ્યાઓ
બીએસએફ (BSF)ની આ ભરતી હેઠલ અરજી કરવા માગતા ઉમેદવાર પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.
વય મર્યાદા કેટલી - ડેપ્યુટી ચીફ એન્જિનિયર - 52 વર્ષથી વધુ ન હોવો જોઈએ, વરિષ્ઠ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર - 50 વર્ષથી વધુ નહીં, સહાયક કમાન્ડન્ટ (લોજિસ્ટિક્સ) - 35 વર્ષથી વધુ નહીં
સિલેક્શન પ્રક્રિયા – બીએસએફ (BSF)નરી આ પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા અનેક તબક્કામાં થશે. શરૂઆતમાં, પાત્રતા સુનિશ્ચિત કરવા માટે અરજીઓ તપાસવામાં આવશે. આ પછી લાયકાત ધરાવતા ઉમેદવારોએ ફરીથી લેખિત પરીક્ષામાંથી પસાર થવું પડશે. બાદમાં, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને તબીબી પરીક્ષણ આપવાનું રહેશે.
પગાર કેટલો મળશે - ડેપ્યુટી ચીફ એન્જિનિયર - રૂ. 123100 થી રૂ. 215900, વરિષ્ઠ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર – રૂ. 78800 થી રૂ. 209200, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (લોજિસ્ટિક) – રૂ. 56100 થી રૂ. 177500