CAT 2023: આવતીકાલે બંધ થઇ જશે રજિસ્ટ્રેશન વિન્ડો, 26 નવેમ્બરના રોજ યોજાશે પરીક્ષા

CAT 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી હતી. આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બર 2023, બુધવાર છેલ્લી તારીખ છે. જો તમે હજી સુધી ફોર્મ ભર્યું નથી તો હમણાં જ ફોર્મ ભરો.

પ્રતિકાત્મક તસવીર

1/7
CAT 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી હતી. આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બર 2023, બુધવાર છેલ્લી તારીખ છે. જો તમે હજી સુધી ફોર્મ ભર્યું નથી તો હમણાં જ ફોર્મ ભરો. તમને આવી તક ફરીથી ક્યારેય નહીં મળે.
2/7
IIM લખનઉ આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન વિન્ડો ખુલ્લી રાખશે. ત્યારબાદ અરજી કરી શકાશે નહીં. અરજી કરવા માટે તમારે iimcat.ac.in પર જવું પડશે.
3/7
આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 25 ઓક્ટોબરથી 26 નવેમ્બર 2023 વચ્ચે ડાઉનલોડ કરી શકાશે અને પરીક્ષા 26 નવેમ્બર 2023 રવિવારના રોજ લેવામાં આવશે.
4/7
અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 2400 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. અનામત કેટેગરીની ફી 1200 રૂપિયા છે. પેમેન્ટ ઓનલાઈન જ થશે.
5/7
પરીક્ષા 26મી નવેમ્બરે ત્રણ સેશનમાં લેવામાં આવશે. વર્બલ એબિલિટી એન્ડ રીડિંગ કોમ્પ્રિહેન્શન, ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ લોજિકલ રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એબિલિટીમાંથી સવાલ પૂછાશે.
6/7
પેપર સોલ્વ કરવા માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. તમને દરેક વિભાગ માટે અંદાજીત 40 મિનિટ મળશે. એક વિભાગનો જવાબ આપતી વખતે તમે બીજા વિભાગમાં જઈ શકતા નથી. તમારે આપેલા સમયની અંદર જ પૂર્ણ કરવાનું રહેશે.
7/7
જાન્યુઆરી 2024ના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ આવી શકે છે. આ સ્કોર આવતા વર્ષના ડિસેમ્બર મહિના સુધી એટલે કે 31મી ડિસેમ્બર 2024 સુધી માન્ય રહેશે. વેબસાઇટ પર અન્ય વિગતો તપાસી શકો છો.
Sponsored Links by Taboola