સરકારી બેંકમાં નોકરી કરવાની તક, ગુજરાતમાં આટલી પોસ્ટ પર ભરતી બહાર પડી, જાણો અરજીની વિગતો
ઇચ્છુક ઉમેદવારો રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પોર્ટલ https://portal.mhrdnats.gov.in/ અથવા સીબીઆઈની વેબસાઇટ https://www.centralbankofindia.co.in/en દ્વારા અરજી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (સીબીઆઈ) એપ્રેન્ટિસ ભરતી માટે ફરીથી અરજીઓ મંગાવી છે. જેના માયે કોઈપણ વિષયમાં બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. જન્મ તારીખ: 01/04/1996 થી 31/03/2004 વચ્ચે હોવી જોઈએ. પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા (23 જૂન, 2024) લેવાશે. આ ભરતી માટે અગાઉ 21 ફેબ્રુઆરી થી 6 માર્ચ દરમિયાન અરજીઓ મંગાવામાં આવી હતી.
આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ વિષયમાં બેચરલની ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે. જ્યારે ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 1996થી 31 માર્ચ 2004 વચ્ચે થયો હોવો જરૂરી છે. ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ કરાશે. પરીક્ષા 23 જૂને લેવાશે. આ ભરતી માટે અગાઉ 21 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી અરજી મગાવાઈ હતી, પરંતુ બેંકે હવે આ ભરતી માટે ફરી એપ્લિકેશન ફોર્મ રિ-ઓપન કર્યાં છે.
મિત્રો આ ભરતી માટે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 800 રૂપિયા એસસી, એસટી તેમજ તમામ મહિલાઓ માટે અરજી ફી 600 રૂપિયા અને પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹400 રહેશે.
જે ઉમેદવારો ઉપરોક્ત તમામ લાયકાતો ધરાવે છે તેઓ સૌપ્રથમ central bank of india ને સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો. હવે તમને બેંકની સત્તાવાર વેબસાઈટના હોમ ભેજ પર કેરિયર ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમને ત્યાં વર્તમાન ખાલી જગ્યાઓ ટેપ પર ક્લિક કરો. હવે તમારી સાથે વિવિધ પોસ્ટ નું લિસ્ટ જોવા મળશે જેમાંથી તમારી પસંદગી મુજબની પોસ્ટ સામે ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો
હવે તમારે અરજી ફોર્મ ની તમામ વિગતો ભરવાની રહેશે જેમાં તમારી વ્યક્તિગત વિગત શૈક્ષણિક લાયકાત અને કાર્યનો અનુભવ વગેરે નહીં વિગતો દાખલ કરો. ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજો ને અપલોડ કરવાના રહેશે. છેલ્લે તમારે ઓનલાઇન અરજી ફી ભરવાની રહેશે. છેલ્લે તમારા અરજી ફોર્મ ને સબમીટ કરાવીને તમારા અરજી નંબર ને સેવ કરી રાખો.