સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં બહાર પડી 4500 પદો પર ભરતી, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Central Bank Of India Recruitment 2025: જો તમે ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો હવે તમારી રાહ જોવાનો અંત આવ્યો છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા યુવાનો માટે એક શાનદાર તક લઈને આવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6
જો તમે ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો હવે તમારી રાહ જોવાનો અંત આવ્યો છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા યુવાનો માટે એક શાનદાર તક લઈને આવી છે. બેન્કે 4500 એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ તક ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ બેન્કિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરવા માંગે છે.
2/6
આ ભરતી મારફતે તમને બેન્કમાં કામ કરવાની તક મળશે જ પરંતુ દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે, જેથી તમે તમારા અભ્યાસ અથવા અન્ય જરૂરિયાતોનો ખર્ચ સરળતાથી ચલાવી શકો. આ ભરતી માટે અરજી પ્રક્રિયા સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ www.centralbankofindia.co.in પર શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 25 જૂન 2025 સુધી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા તમારે NATS પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે, કારણ કે રજિસ્ટ્રેશન વગરની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
3/6
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 1 એપ્રિલ 2025ના રોજ 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીઓ (SC, ST, OBC, EWS, PwBD) ને નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.
4/6
ઓનલાઈન પરીક્ષા: તેમાં ક્વોન્ટ, રિઝનિંગ, અંગ્રેજી, કમ્પ્યુટર અને બેંકિંગ સંબંધિત પ્રશ્નો હશે. સ્થાનિક ભાષા પરીક્ષણ: ઉમેદવારને સંબંધિત રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. દસ્તાવેજ ચકાસણી: બધા જરૂરી દસ્તાવેજો તપાસવામાં આવશે. કુલ 100 પ્રશ્નો હશે જેના કુલ ગુણ 100 હશે. પરીક્ષા હિન્દી અને અંગ્રેજી બંનેમાં લેવામાં આવશે. વિષયોમાં ક્વાન્ટ, લોજિકલ રિઝનિંગ, કમ્પ્યુટર જ્ઞાન, અંગ્રેજી ભાષા અને બેન્કિંગ સંબંધિત મૂળભૂત ઉત્પાદનોનો સમાવેશ થશે.
5/6
PwBD ઉમેદવારો માટે ફી 400 રૂપિયા છે. જ્યારે SC/ST, તમામ મહિલા ઉમેદવારો અને EWS શ્રેણી માટે ફી 600 રૂપિયા + GST અને અન્ય તમામ ઉમેદવારો માટે ફી 800 રૂપિયા + GST નક્કી કરવામાં આવી છે. ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની રહેશે.
6/6
સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.centralbankofindia.co.in પર જાવ. હોમપેજ પર Apprentice Recruitment 2025 લિંક પર ક્લિક કરો. નવું રજિસ્ટ્રેશન કરો અને લોગિન બનાવો. અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો. સબમિટ કરેલા ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.
Published at : 11 Jun 2025 08:32 AM (IST)