Bank Jobs 2024: આ બેન્કમાં બહાર પડી આઇટી સ્પેશ્યાલિસ્ટની ભરતી, અરજી કરવાની આ છે અંતિમ ડેટ
Central Bank Of India Recruitment 2024: સરકારી બેન્કોમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બેંન્ક ઓફ ઇન્ડિયાએ સ્પેશ્યાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ચાલો આ ભરતીની સંપૂર્ણ વિગતો વિશે જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેન્કની ભરતીની સૂચના અનુસાર, IT નિષ્ણાતોની વિવિધ કેટેગરીની કુલ 253 જગ્યાઓ ભરવાની છે. જેમાં આસિસ્ટન્ટ મેનેજર રેન્કની 25, મેનેજર રેન્કની 162, સિનિયર મેનેજર રેન્કની 56 અને ચીફ મેનેજર રેન્કની 10 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પદોમાંથી, અનુસૂચિત જાતિ માટે 18, અનુસૂચિત જનજાતિ માટે 68, અન્ય પછાત વર્ગ માટે 68, આર્થિક રીતે નબળા વિભાગ માટે 25 અને સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 105 પોસ્ટ્સ રાખવામાં આવી છે.
આ ભરતી માટે અરજી કરવા માટે તે સૌથી મહત્વપૂર્ણ છે કે ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં સ્નાતક અથવા પીજી અથવા વ્યાવસાયિક ડિગ્રી હોવી જોઈએ. આ સાથે ઉમેદવાર માટે વિવિધ પોસ્ટ માટે નિર્ધારિત કામનો અનુભવ હોવો જરૂરી છે. લઘુત્તમ વય એ પણ યોગ્યતા માટે એક મહત્વપૂર્ણ માપદંડ છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ બેન્કની સત્તાવાર વેબસાઇટ, Centralbankofindia.co.in પર જઈને વિગતવાર માહિતી મેળવવી જોઈએ.
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે ફી પણ નક્કી કરવામાં આવી છે. તમામ કેટેગરીના સામાન્ય ઉમેદવારોએ અરજી સાથે 830 રૂપિયા ઉપરાંત જીએસટી જમા કરાવવાના રહેશે. જો કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી 175 રૂપિયા અને GST રાખવામાં આવી છે.
તાજેતરની ભરતી વિશે માહિતી મેળવવા માટે તમારે બેન્કની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને કારકિર્દી વિકલ્પ પર જવું પડશે. સૂચના વાંચ્યા પછી, તમારે ભરતી વિકલ્પ પર જવું પડશે અને ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિર કરો. જરૂરી માહિતી ભરીને નોંધણી કરો. રજિસ્ટ્રેશન બાદ ઉમેદવારે અન્ય વિગતો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની રહેશે. અંતે ઉમેદવાર નિયત ફી જમા કરીને અને ફોર્મ સબમિટ કરીને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 18મી નવેમ્બરથી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 3, ડિસેમ્બર રાખવામાં આવી છે.