Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Bank Jobs 2024: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી 3000 પદ પર ભરતી, ગ્રેજ્યુએટ કરી શકશે અરજી
Central Bank Of India: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 3 હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે ફરી એકવાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના એપ્રેન્ટિસના પદ પર લાયક ઉમેદવારોની નિમણૂક માટે રજિસ્ટ્રેશન લિંક ઓપન કરી દીધી છે. હવે તમે 17મી જૂન સુધી અરજી કરી શકો છો.
અરજીઓ માત્ર ઓનલાઈન જ થશે. આ માટે ઉમેદવારોએ નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમની અધિકૃત વેબસાઇટ nats.education.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય તે જરૂરી છે. ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 1996 થી 31 માર્ચ 2004 ની વચ્ચે થયો હોવો જરૂરી છે.
ફોર્મ ભરવા માટે જનરલ અને ઓબીસી કેટેગરીએ 800 રૂપિયા ચૂકવવાના રહેશે. SC, ST, EWS, મહિલા ઉમેદવારોએ 600 રૂપિયા ચૂકવવા પડશે. PH કેટેગરીએ 400 રૂપિયા ફી ચૂકવવી પડશે.
પસંદગી લેખિત પરીક્ષા દ્વારા થશે. જેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો તમારી પસંદગી થશે તો તમને દર મહિને 15 હજાર રૂપિયાનો પગાર મળશે.
આ ભરતી અભિયાન દ્વારા કુલ 3000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજીઓ 21 ફેબ્રુઆરીથી શરૂ થઈ અને 27 માર્ચે બંધ થઈ હતી. હવે રજીસ્ટ્રેશન લિંક ફરી ખોલવામાં આવી છે