CISFમાં નોકરી મેળવવાની શાનદાર તક, 1161 પદો પર બહાર પડી ભરતી, 10 પાસ કરી શકશે અરજી

સુરક્ષા દળોમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડ્સમેન ભરતી 2025 માટેની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.

આ ભરતી ઝૂંબેશ દ્વારા કુલ 1161 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં કોન્સ્ટેબલ/ટ્રેડ્સમેનની જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ ભરતી ઝૂંબેશ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ અથવા તેની સમકક્ષ લાયકાત હોવી જોઈએ. આ ઉપરાંત સંબંધિત ટ્રેડમાં ITI પાસ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
CISF કોન્સ્ટેબલ ભરતી હેઠળ ઉમેદવારોની પસંદગી અનેક તબક્કામાં લેવામાં આવતી પરીક્ષાઓના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા (OMR શીટ અથવા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ - CBT), શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST), દસ્તાવેજ ચકાસણી, ટ્રેડ ટેસ્ટ અને મેડિક એક્ઝામિનેશન.
સૌપ્રથમ ઉમેદવારો CISF ની સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in ની મુલાકાત લો. તે પછી ઉમેદવારો હોમપેજ પર CISF કોન્સ્ટેબલ ભરતી 2025 લિંક પર ક્લિક કરો. પછી ઉમેદવારની સામે નવી વિંડોમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભરો અને જરૂરી માહિતી આપીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. ત્યારબાદ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી બધી માહિતી દાખલ કરો અને શ્રેણી મુજબ અરજી ફી ચૂકવો. હવે ફોર્મને ક્રોસ ચેક કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. પછી ઉમેદવારો કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો. છેલ્લે ઉમેદવારોએ વધુ ઉપયોગ માટે અરજીની હાર્ડ કોપી પોતાની પાસે રાખવી જોઈએ. ઓનલાઈન અરજી પાંચ માર્ચ 2025ના રોજ શરૂ થઇ હતી. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 3, એપ્રિલ 2025 છે.