Earth: આ છે દુનિયાનું સૌથી મોટુ સંકટ, એક અબજ લોકોના મોતનું બનશે કારણ
Climate Change Effect On Earth: ક્લાઇમેટ ચેન્જની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે અને હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે તેના કારણે એક અબજ લોકોના મોત થઈ શકે છે. જાણો શું કહેવામાં આવ્યું છે આ રિપોર્ટમાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક અભ્યાસમાં સામે આવ્યું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે આવનારી સદીમાં 1 અબજ લોકો અકાળે મૃત્યુ પામશે.
આ અભ્યાસમાં જ એવું કહેવામાં આવ્યું છે કે જો વૈશ્વિક તાપમાનમાં વધારો બે ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે તો ક્લાઈમેટ ચેન્જને કારણે એક અબજ લોકોના મોત થઈ શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેલ અને ગેસ ઉદ્યોગ 40 ટકાથી વધુ કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે, જે કરોડો લોકોના જીવનને અસર કરી રહ્યું છે.
'એનર્જીસ'માં પ્રકાશિત થયેલો આ અહેવાલ કેટલીક ઉર્જા નીતિઓ અપનાવીને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે. આ માટે સરકારો અને કોર્પોરેટોએ તેના પર કામ કરવું પડશે.
ચીનની યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટારિયોના પ્રોફેસર જોશુઆ પીયર્સે કહ્યું છે કે બાળકો અને ભાવિ પેઢીઓને આપણે જે નુકસાન પહોંચાડી રહ્યા છીએ તેના માટે આપણા પગલાઓ જવાબદાર ગણી શકાય.