CUET UG 2024: આવતીકાલે યોજાશે CUET UG પરીક્ષા, જાણો, ડ્રેસ કોડ સહિતના આ જરૂરી નિયમો
CUET UG 2024 Guidelines: CUET UG પરીક્ષા 2024 આવતીકાલે એટલે કે 15મી મેના રોજ લેવામાં આવશે. આ સમય દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું પડશે નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરીક્ષા માટે જતા પહેલા કેટલાક નિયમો જાણી લો જેથી તમને ત્યાં સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. એડમિટ કાર્ડ રીલિઝ થયા બાદ તેને ડાઉનલોડ કરો અને તમારી સાથે લઈ જાવ.
લોંગ સ્લીવ્સ અને ઘણા બધા ખિસ્સા હોય તેવા કપડા પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી નથી. તમે સાદા, હળવા અને સુતરાઉ કપડાં પહેરીને જશો તો સારું રહેશે.
લાંબી હીલવાળા ચપ્પલ અને શૂઝ પહેરીને ન જાવ. તમે લૉ હીલ અથવા સાદા ચંપલ પહેરીને જઇ શકો છો. શૂઝ પહેરવા પર પ્રતિબંધ છે.સમય કરતાં ઓછામાં ઓછા એક કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચો. બધા જરૂરી દસ્તાવેજો તમારી સાથે લઈ જાઓ નહી તો તમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સ્માર્ટ વોચ, હેર બેન્ડ, બંગડીઓ, નેકલેસ, ચેન વગેરે જેવી કોઈપણ પ્રકારની એક્સેસરી પહેરશો નહી. ઉપરાંત કોઈપણ પ્રકારનો કાગળ તમારી સાથે રાખશો નહીં.
તમારી સાથે કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુ ન રાખો. પર્સ, બેલ્ટ પર્સ અને આવી અન્ય વસ્તુઓ તમારી સાથે રાખશો નહીં.