Recruitment: આ સેન્ટ્રલ યૂનિવર્સિટીમાં બહાર પડી સેક્શન ઓફિસર સહિતની આ જગ્યાઓ પર ભરતી, આ છે લાસ્ટ ડેટ
CUO Recruitment: સેન્ટ્રલ યૂનિવર્સિટી ઓફ ઓરિસ્સાએ 74 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. દેશની આ મોટી સેન્ટ્રલ યૂનિવર્સિટીમાં સેક્શન ઓફિસર સહિતની આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, અને તેની છેલ્લી તારીખ પણ સામે આવી છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ યૂનિવર્સિટી ઓફ ઓરિસ્સાએ ઘણી જગ્યાઓ પર ભરતી માટે ભરતીની સૂચના બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.
ખાલી જગ્યાની વિગતો: આ ભરતી અભિયાન દ્વારા, ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, મેડિકલ ઓફિસર, પ્રાઈવેટ સેક્રેટરી, સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ અને સિક્યુરિટી ઈન્સ્પેક્ટર વગેરેની જગ્યાઓ ભરવામાં આવશે.
અરજી ફી: ઉમેદવારોએ આ ભરતી ડ્રાઇવ માટે અરજી ફી ચૂકવવી પડશે. ગ્રુપ A પૉસ્ટ માટે ઉમેદવારોએ 1,000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે ગ્રુપ Bની પોસ્ટ માટે ફી 750 રૂપિયા છે અને ગ્રુપ Cની પૉસ્ટ માટે 500 રૂપિયા છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા: આ પૉસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, GD અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
ક્યાં અરજી કરવી: ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ https://cuont.samarth.edu.in પર જઈને આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરી શકે છે.
છેલ્લી તારીખ: આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2023 નક્કી કરવામાં આવી છે.