NMDC Recruitment 2024: એનએમડીસીમાં બહાર પડી 100થી વધુ જગ્યાઓ માટે ભરતી, ક્યારે છે ઇન્ટરવ્યૂ ?
NMDC Recruitment 2024: NMDC એ ભરતીની નૉટિફિકેશન બહાર પાડ્યુ છે અને 100 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનૉટિફિકેશન અનુસાર, સંસ્થામાં એપ્રેન્ટિસની બમ્પર પૉસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને આ અભિયાન માટે સૂચના ચકાસી શકે છે. આ જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.
આ ભરતી અભિયાન દ્વારા 120 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં મિકેનિક ડીઝલ, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મિકેનિક (મોટર વ્હીકલ) સહિત અનેક ટ્રેડમાં નિમણૂંક કરવામાં આવશે.
આ પદો માટે ઉમેદવારોની પસંદગી વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત 22, 23 અને 24 ફેબ્રુઆરી, 2024ના રોજ મિકેનિકલ, ઇલેક્ટ્રિશિયન અને ફિટર ટ્રેડ માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે. જ્યારે વેલ્ડર, મશિનિસ્ટ મિકેનિકલ મોટર વ્હીકલ માટે 25 અને 26 ફેબ્રુઆરી 2024ના રોજ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.
આ ભરતી અભિયાન ભાગ લેવા માટે, ઉમેદવારો સૂચના માટે સત્તાવાર વેબસાઇટ nmdc.co.in/careers પર જઈ શકે છે.