Exams 2024: SSC CHSLથી લઇને BPSC TRE 3 સુધી, જૂલાઇમાં મહિનામાં યોજાશે આ પરીક્ષાઓ
જૂલાઈ મહિનામાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવશે. કઈ પરીક્ષા કઈ તારીખે યોજાવાની છે, અહીં યાદી આપવામા આવી છે. જૂલાઈ મહિનામાં યોજાનારી પ્રથમ મોટી પરીક્ષા SSC CHSL છે. તેનું આયોજન 1લી થી 11મી જુલાઈ દરમિયાન કરવામાં આવશે એટલે કે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. દરરોજ ચાર શિફ્ટ થશે. તે 3712 પોસ્ટ માટે આયોજિત કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે પછીની પરીક્ષા આયુષ પીજી 2024 છે. તે 6 જૂને લેવામાં આવશે. એડમિટ કાર્ડ આજે એટલે કે 2જી જૂલાઈએ બહાર પાડવામાં આવી શકે છે. NTA પરીક્ષાનું આયોજન કરશે, પરિણામ પણ આ મહિને જાહેર થવાની શક્યતા છે. તેનું પૂરું નામ ઓલ ઈન્ડિયા આયુષ અનુસ્નાતક પ્રવેશ પરીક્ષા છે.
આ મહિનામાં દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન કમિશન મેટ્રન પરીક્ષાનું પણ આયોજન કરશે. પરીક્ષા 7મીથી 13મી જુલાઈ 2024 દરમિયાન કોમ્પ્યુટર મોડમાં લેવામાં આવશે. વધુ વિગતો જાણવા માટે dsssb.delhi.gov.in ની મુલાકાત લો.
હરિયાણામાં સિવિલ જજના પદ પર નિમણૂક માટે હરિયાણા ન્યાયિક સેવાની મુખ્ય પરીક્ષા 12 થી 14 જુલાઈ 2024 દરમિયાન લેવામાં આવશે. કુલ 174 જગ્યાઓ પર ભરતી થશે, જેમણે પ્રિલિમ પાસ કરી છે તેમને જ પરીક્ષા આપવા મળશે. અને તે પછી ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
UPSCની કંમ્બાઇડ મેડિકલ સર્વિસ એક્ઝામ રવિવાર, 14 જુલાઈ, 2024 ના રોજ લેવામાં આવશે. એક જ દિવસે બે શિફ્ટમાં બે પેપર લેવાશે. વિગતો જાણવા માટે તમે upsc.gov.in ની મુલાકાત લઈ શકો છો.
બિહાર શિક્ષક ભરતીના ત્રીજા તબક્કા હેઠળ BPSC TRE 19 થી 22 જુલાઈ દરમિયાન યોજવામાં આવશે. આ પરીક્ષાની તારીખ ઘણી વખત બદલાઈ છે અને હવે આ નવી તારીખો છે. આ વખતે 87 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.
રેડિયોગ્રાફર માટે દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડની આગામી પરીક્ષા પણ આ મહિનામાં યોજાશે. જેની તારીખ 20મી જુલાઈ નક્કી કરવામાં આવી છે. કુલ 5 જગ્યાઓ ભરવામાં આવશે અને તેમની નિમણૂક નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલમાં થશે.