Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Sheikh Hasina Education: શેખ હસીનાએ કઈ યુનિવર્સિટીમાંથી કર્યો છે અભ્યાસ, હિન્દી સહિત કઈ ભાષાઓ પર છે સારી પકડ, જાણો વિગત
શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર, 1947ના રોજ પૂર્વ બંગાળના તુંગીપારાના એક બંગાળી મુસ્લિમ શેખ પરિવારમાં થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન હતા, જેમને બાંગ્લાદેશના સ્થાપક પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેઓ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
શેખ હસીનાનું પ્રારંભિક શિક્ષણ ઢાકામાં થયું હતું. તેણીના માતા-પિતાએ તેણીને શેર-એ-બાંગ્લા ગર્લ્સ સ્કૂલ એન્ડ કોલેજમાં પ્રવેશ અપાવ્યો.
આ પછી તેણે અઝીમપુર ગર્લ્સ હાઈસ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. શેખ હસીનાએ ઢાકા યુનિવર્સિટીની ઈડન મોહિલા કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
હિન્દી, બંગાળીની સાથે અંગ્રેજી પર પણ તેનું સારું પ્રભુત્વ છે. તે વિદ્યાર્થી નેતા પણ રહી ચૂક્યા છે.
શેખ હસીના તાજેતરમાં જ પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા હતા.
તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ