GATE 2025: ગેટ પરીક્ષા 2025 માટે શેડ્યૂલ જાહેર, આ તારીખથી પરીક્ષા શરૂ થશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી રૂરકીએ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE 2025) પરીક્ષા માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. પરીક્ષા 1, 2, 15 અને 16 ફેબ્રુઆરી 2025ના રોજ નિર્ધારિત કેન્દ્રો પર યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરીક્ષા દેશભરના 8 ક્ષેત્રોમાં કમ્પ્યુટર આધારિત હશે. ઉમેદવારોને પ્રશ્નપત્રના જવાબ આપવા માટે 3 કલાકનો સમય મળશે. ગેટ પરીક્ષાનો સ્કોર ત્રણ વર્ષ સુધી માન્ય રહે છે.
આ વર્ષે આઈઆઈટી રૂરકી દ્વારા ગેટ પ્રવેશ પરીક્ષા યોજાશે. અરજીઓ ઓગસ્ટ 2024થી ઓનલાઇન gate.iitr.ac.in પર શરૂ થશે. ઉમેદવારોએ નિર્ધારિત તારીખો દરમિયાન અરજીપત્ર જમા કરાવવાનું રહેશે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી માટે જરૂરી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખે. આનાથી અરજી જમા કરાવતી વખતે કોઈ પણ મુશ્કેલીથી બચી શકાશે.
અરજી ફી ઉમેદવારોએ ચૂકવવાની રહેશે. જોકે આ વર્ષે કેટલી ફી ચૂકવવી પડશે તેની માહિતી હજુ સામે આવી નથી.