Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
GATE 2025: આ વખતે GATEની પરીક્ષા IIT Roorkee દ્વારા યોજશે, અભ્યાસક્રમ અને પેપર પેટર્ન બહાર પાડવામાં આવશે, તમામ વિગતો અહી જુઓ
નોંધણી તારીખો હજુ સુધી નક્કી કરવામાં આવી નથી પરંતુ લિંક થોડા દિવસોમાં સક્રિય થઈ જશે. ઉમેદવારોએ નવીનતમ અપડેટ્સ માટે સમયાંતરે તેની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIIT રૂરકીએ GATE 2025 પરીક્ષાનો અભ્યાસક્રમ અને પેપર પેટર્ન બહાર પાડી છે. આ જોવા માટે, તમે IIT રૂરકીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, જેનું સરનામું છે - gate.iitr.ac.in.
GATE 2025 પરીક્ષામાં 30 ટેસ્ટ પેપર લેવામાં આવશે. ઉમેદવાર એક અથવા વધુમાં વધુ બે ટેસ્ટ પેપર માટે હાજર રહી શકે છે. આ પરીક્ષા માત્ર અંગ્રેજી ભાષામાં જ લેવામાં આવે છે જેની ખાશ નોંધ લેવી.
એ પણ જાણી લો કે ગેટ 2025 ની પરીક્ષા 100 માર્કસની હશે. GA ના 15 પ્રશ્નો હશે એટલે કે જનરલ એપ્ટિટ્યુડ જે દરેક માટે સામાન્ય હશે. આગામી 85 પ્રશ્નો સંબંધિત પરીક્ષા પેપરના અભ્યાસક્રમના હશે.
અરજી માટે, તે જરૂરી છે કે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય. છેલ્લા વર્ષના ઉમેદવારો પણ અરજી કરી શકે છે. વેબસાઇટ પર એપ્લિકેશન સંબંધિત અન્ય શરતો તપાસ્યા પછી જ અરજી કરો.
અત્યારે IIT રૂરકીએ માત્ર પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ બહાર પાડ્યો છે જે તમે વેબસાઇટ પરથી જોઈ શકો છો. બાકીની માહિતી માટે તમારે અત્યારે તો રાહ જોવી પડશે.