BHEL માં પરીક્ષા વિના નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ફક્ત આ લાયકાતની જરૂર છે, મળશે 260000 રૂપિયાનો પગાર
BHEL એ ઈલેક્ટ્રોનિક્સ ડિવિઝન (EDN), બેંગ્લોરમાં વરિષ્ઠ એન્જિનિયર, ડેપ્યુટી મેનેજર અને સિનિયર મેનેજરની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ BHEL ની સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ અરજી કરી શકે છે. BHEL ભરતીની આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBHEL ભરતી 2024 દ્વારા કુલ 33 જગ્યાઓ ભરવામાં આવશે. BHEL માં આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહેલા તમામ ઉમેદવારોએ 32 માર્ચ પહેલા અરજી કરવી જોઈએ. અન્યથા નોકરી મેળવવાની આ સોનેરી તક જતી રહેશે. આ સિવાય ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ તમામ મહત્વની બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ. કઈ પોસ્ટ પર કેટલી ભરતી થશેઃ વરિષ્ઠ ઈજનેર – 19 જગ્યાઓ, ડેપ્યુટી મેનેજર - 10 જગ્યાઓ, સિનિયર મેનેજર- 04 જગ્યાઓ
જે ઉમેદવારો BHEL ની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમની પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.
UR/EWS/OBC કેટેગરીના ઉમેદવારોએ રૂ. 400 + 18% GST એટલે કે કુલ રૂ. 472 અરજી ફી તરીકે ચૂકવવા પડશે. જ્યારે SC/ST/PWD/Ex-Servicemen કેટેગરીના લોકોએ 400 રૂપિયા + 18% GST એટલે કે 472 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.
BHEL માં આ જગ્યાઓ માટે અરજી કરી રહેલા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી પણ બહાર પાડવામાં આવશે.
આ જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોઆ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે. વરિષ્ઠ ઈજનેર – 70 હજારથી બે લાખ, ડેપ્યુટી મેનેજર – 80 હજારથી બે લાખ વીસ હજાર, સિનિયર મેનેજર- એક લાખથી બે લાખ સાઈઠ હજાર