GRSEમાં બહાર પડી મોટી ભરતી, એન્જિનીયરિંગ પાસ કર્યુ હોત તો કરો એપ્લાય......
GRSE Recruitment 2024: ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે એન્જિનિયરિંગમાં સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં સિનિયર પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવની જગ્યાઓ ભરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ભરતી અભિયાન દ્વારા વરિષ્ઠ પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવની કુલ 28 જગ્યાઓ ભરવામાં આવશે.
અભિયાન માટે અરજી કરનાર ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં B.Tech અથવા BE પાસ કરેલ હોવો જોઈએ.
આ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12મી એપ્રિલ છે. અરજી કરવા માટે ઉમેદવારોએ 472 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
ઉમેદવારો અરજી કરવા માટે સત્તાવાર સાઇટ grse.in પર જઈ શકે છે.