GSEB HSC Result 2023: ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર, જાણો તમામ આંકડાકીય માહિતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઓછું આવ્યું છે.
વર્ષે ઘટીને 73.27 ટકા થઈ ગયું છે... બોર્ડના અધિકારીનું કહેવું છે કે, કોરોનાકાળમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, શાળાઓ બંધ રહી હતી, ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું અને ગયા વર્ષની સરખામણીએ 58 હજાર બાળકો વધુ હોવાના કારણે પરિણામ પર અસર જોવા મળી છે અને પરિણામની ટકાવારી ઘટી છે.
વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે એટલેકે વર્ષ 2023નું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઘટયું છે... પરિણામે માત્ર નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા જ વધી છે એવુ નહિ સારું પરિણામ લાવનાર શાળાઓ અને કેન્દ્રની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
વર્ષ 2022માં સૌથી ઓછું પરિણામ કેન્દ્રની ટકાવારી 56.43 હતી, વર્ષ 2023માં સૌથી ઓછું પરિણામ કેન્દ્રની ટકાવારી 36.28 છે.
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ વર્ષ 2022માં 1064 હતી જે આ વર્ષે ઘટીને 311 થઈ છે.
10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ વર્ષ 2022માં 1 હતી જે આ વર્ષે વધીને 44 થઈ છે
ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
અર્થશાસ્ત્ર વિષયમાં સૌથી વધુ 38945 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.