Board Results 2024: આવતી કાલે જાહેર થશે ધો.10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ, આ રીતે કરો ચેક
જૂન-જુલાઇ ૨૦૨૪ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. ૨૯/૦૭/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-૨૦૨૪ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) નાંખીને મેળવી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.
વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પરથી પણ પરિણામ જાણી શકશે .
તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.