ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ૨૩૦૦ મહેસૂલી તલાટીની ભરતીની સત્તાવાર જાહેરાત કરી, વિગતવાર જાહેરનામું….

GSSSB Revenue Talati recruitment: મહેસૂલ વિભાગ હેઠળ વર્ગ-૩ની જગ્યાઓ, પરીક્ષાનો અભ્યાસક્રમ અને અરજી તારીખ સહિતની માહિતી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરાશે.

Gujarat Talati vacancies 2025: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હેઠળ વર્ગ-૩ની મહેસૂલી તલાટીની ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board - GSSSB) દ્વારા અંદાજિત ૨૩૦૦ જેટલી મહેસૂલી તલાટીની જગ્યાઓ માટેની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનોમાં ખુશીની લહેર પ્રસરી છે.

1/4
મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી, વર્ગ-૩ની અંદાજિત ૨૩૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટેની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
2/4
આગામી સમયમાં પ્રસિદ્ધ થનાર વિગતવાર જાહેરાતમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ કરવામાં આવશે. જેમાં પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો, ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની અને અંતિમ તારીખ અંગેની વિગતો સહિતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. મંડળે ઉમેદવારોને આ વિગતવાર જાહેરાતની નોંધ લેવા વિનંતી કરી છે.
3/4
અંદાજિત ૨૩૦૦ જેટલી મોટી સંખ્યામાં મહેસૂલી તલાટીની ભરતી થવાની જાહેરાત એ રાજ્યના યુવાનો માટે સરકારી ક્ષેત્રમાં રોજગારી મેળવવાની એક મોટી તક છે.
4/4
ઉમેદવારોને સલાહ છે કે તેઓ ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ અને અન્ય સત્તાવાર સૂત્રો પર નજર રાખે, જેથી વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થતાં જ તેમને તાત્કાલિક માહિતી મળી રહે અને તેઓ સમયસર અરજી કરી શકે.
Sponsored Links by Taboola