GSEB 10th result 2023: ગુજરાત બોર્ડનું ધો. 10નું પરિણામ જાહેર, જાણો આંકડાકીય માહિતી
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2022ની તુલનામાં આ વર્ષે 0.56 ટકા પરિણામ ઓછુ આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ 10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10નું દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 95.92 ટકા આવ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 10ના છ હજાર 111 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. 44 હજાર 480 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો. તો 86 હજાર 611 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ મેળવ્યો હતો.
એક લાખ 27 હજાર 652 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ મેળવ્યો હતો. એક લાખ 39 હજાર 248 વિદ્યાર્થીઓએ સી-1 ગ્રેડ મેળવ્યો હતો. 67 હજાર 373 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ મેળવ્યો હતો. ત્રણ હજાર 412 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો હતો.
A 1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ગયા વર્ષે 12090 A 1 ગ્રેડ હતું, જે આ વર્ષે 6111 થયું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 272 છે, જે ગયા વર્ષે 294 હતી.