GSEB 12th Science Result 2023: 27 સ્કૂલોનું 100 ટકા પરિણામ, જાણો આંકડાકીય માહિતી
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 72 હજાર 166 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું 65.32 ટકા પરિણામ આવ્યું હતું.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે જ્યારે હળવદ કેન્દ્રનું 98 ટકાથી વધુ પરિણામ આવ્યું હતું. લીમખેડા કેન્દ્ર છેલ્લા ક્રમે રહ્યું હતું.
ગુજરાતી મીડિયમનું 65.32 ટકા, અંગ્રેજી મીડિયમનું 67.18 ટકા પરિણામ જાહેર થયું છે.
100 ટકા પરિણામ ધરાવતી શાળા 27 છે, જયારે 10 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76 ટકા છે.
એ 1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 61, એ2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેલવવાને પાત્ર ઉમેદવોની સંખ્યા 1523 છે.
20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડના લાભ સાથે પાસ થનારા દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 47 અને ગેરરીતિના કેસની સંખ્યા 35 છે.
61 વિદ્યાર્થીઓ A1 અને 115 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે. 24,185 વિદ્યાર્થીઓ સૌથી વધુ C2 ગ્રેડમાં પાસ થયા છે.