Jobs: ગ્રેજ્યૂએટ થયેલા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ મોકો, IBમાં નોકરી માટે અહીંથી 15 ડિસેમ્બર સુધી કરો અરજી, મળશે સારો પગાર
Government Job, IB Jobs 2023: ફરી એકવાર સરકારી નોકરી મેળવવા માટે બેસ્ટ મોકો આવ્યો છે. જે ઉમેદવારો માન્ય યૂનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે તેઓ આઇબીમાં ખાલી પદો માટેની અરજી કરી શકે છે. આ IB ભરતીઓ માટે રજીસ્ટ્રેશન ચાલુ છે. ગ્રેજ્યૂએટ્સ ઉમેદવારો ઓફિશિયલ સાઇટ પરથી અરજી કરી શકે છે અને સારો પગાર મેળવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ટેલિજન્સ બ્યૂરોએ થોડા સમય માટે ACICO એટલે કે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ - II એક્ઝિક્યૂટિવની પૉસ્ટ માટે ભરતીનું નૉટિફિકેશન બહાર પાડ્યુ હતુ.
આ જગ્યાઓ માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. તેથી જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ ઇન્ટેલિજન્સ બ્યૂરોની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે.
આ પદો એમએચએ એટલે કે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યા છે અને આ અંતર્ગત કુલ 995 પદો પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. અરજીઓ માત્ર ઓનલાઈન કરી શકાશે.
અરજી કરવા અને આ ખાલી જગ્યાઓની વિગતો જાણવા માટે MHA ની ઓફિશિયલ વેબસાઇટનું સરનામું છે – mha.gov.in. અરજી કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2023 છે.
પાત્રતા ગ્રેજ્યૂએશન પાસ છે અને વય મર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
સિલેક્શન થયા બાદ માસિક પગાર 44,900 થી 1,42,400 સુધીનો છે. આ ઉપરાંત DA, TA, HRA જેવી બીજી કેટલીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.