IBPS Clerk Exam 2024: 6000 બેંક ક્લાર્કની ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, તારીખમાં થયો ફેરફાર
IBPS ક્લાર્ક પરીક્ષા 2024 માટે અરજી કરવાથી વંચિત રહી ગયેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ CRP ક્લાર્ક XIV માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રીય બેંકોમાં કારકુની કેડરની 6 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે લેવામાં આવતી પરીક્ષા છે. 21 જુલાઈ, રવિવારના રોજ સંસ્થા દ્વારા જારી કરાયેલ સૂચના અનુસાર, ઉમેદવારો હવે આ ભરતી પરીક્ષા માટે 28 જુલાઈ સુધી અરજી કરી શકે છે.
ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે IBPS એ તેમને પરીક્ષા માટે 850 રૂપિયાની નિર્ધારિત ફી ભરવા માટે 28 જુલાઈ સુધીનો સમય પણ આપ્યો છે. ઉપરાંત, અરજી સબમિટ કર્યા પછી, ઉમેદવારોએ તે જ સમયગાળામાં તેમાં સુધારા કરવાના રહેશે.
તમને જણાવી દઈએ કે IBPS એ 1 જુલાઈના રોજ ક્લાર્ક ભરતી પરીક્ષા 2024 માટે નોટિફિકેશન બહાર પાડીને અરજી પ્રક્રિયા શરૂ કરી હતી, જેની છેલ્લી તારીખ 21 જુલાઈ નક્કી કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી તારીખે સંસ્થાએ અરજીની મુદત એક સપ્તાહ વધારી દીધી હતી.
IBPS દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની સૂચના અનુસાર, ઉમેદવારોએ ક્લાર્કની પરીક્ષામાં બેસવા માટે સ્નાતક હોવું આવશ્યક છે. ઉપરાંત, 1 જુલાઈ, 2024ના રોજ ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અનામત શ્રેણીઓ (SC, ST, OBC, PwBD, ESM, વગેરે) ના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, જે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર હશે.
અરજી કરવા માટે, ઉમેદવારો IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈ શકે છે. ઉમેદવારોએ વેબસાઈટ પર આપેલા CRP-Clerk વિભાગની મુલાકાત લેવી પડશે, જ્યાં સૂચના PDF ડાઉનલોડ અને એપ્લિકેશન બંને માટેની લિંક્સ આપવામાં આવી છે.