IFFCO Recruitment 2024: IFFCOમાં બહાર પડી આ પદ માટે ભરતી, આ ઉમેદવારો જલદી કરે અરજી

IFFCO Apprentice Recruitment 2024: IFFCO એ ગ્રેજ્યુએટ એન્જિનિયર એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોર્પોરેટ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
IFFCO Apprentice Recruitment 2024: IFFCO એ ગ્રેજ્યુએટ એન્જિનિયર એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોર્પોરેટ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ સંસ્થામાં એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો ભરતી માટે અરજી કરવા માટે સત્તાવાર સાઇટની મુલાકાત લઈ શકે છે.
2/6
આ ભરતી અભિયાન દ્વારા ગ્રેજ્યુએટ એન્જિનિયર એપ્રેન્ટિસની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
3/6
અરજદારોએ જનરલ/ઓબીસી માટે ઓછામાં ઓછા 60 ટકા અને SC/ST ઉમેદવારો માટે 55 ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ. BE/B.Tech માં CGPA ધરાવતા ઉમેદવારોએ અરજી કરતી વખતે તેમના સ્કોરને ટકાવારીમાં રૂપાંતરિત કરવાના રહેશે.
4/6
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરનારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
5/6
પસંદગી પામેલા ઉમેદવારોને ઈન્ટર્નશીપ દરમિયાન સંસ્થાના નિયમો અનુસાર દર મહિને 35,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ અને અન્ય સુવિધાઓ મળશે.
6/6
IFFCO એપ્રેન્ટિસશીપ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ gea.iffco.in ની મુલાકાત લેવી પડશે. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે.
Sponsored Links by Taboola