India Post Jobs 2022: ભારતીય પોસ્ટ વિભાગમાં પડી ભરતી, 10મું પાસ ઉમેદવારો કરે અરજી, 63000નો પગાર મળશે
ભારતીય પોસ્ટ ભરતી 2022 અંતર્ગત ડ્રાઈવરની જગ્યા માટે ભરતી પડી છે. આ ભરતીની ખાસ વાત એ છે કે આ ભરતીમાં 10મું પાસ થયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે. આ ભરતીમાં પાસ થનાર ઉમેદવારોને 63,000 સુધીનો પગાર મળશે. અરજી કરતી વખતે ધ્યાન રાખવાની વાત એ છે કે, આ ભરતીમાં ફક્ત ઓફલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કરનારની અરજી નહી સ્વીકારવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય પોસ્ટ વિભાગના સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2022 છે. 15 માર્ચની સાંજે 6 વાગ્યા સુધી અરજી આપનાર ઉમેદવારની અરજી માન્ય ગણાશે.
કુલ 29 જગ્યાઓ ઉપર જ ભરતી કરવામાં આવશે જેના માટે રજીસ્ટર્ડ પોસ્ટથી જ જણાવવામાં આવેલ ફોર્મેટમાં અરજી મોકલવાની રહેશે. વિગતો જાણવા માટે indiapost.gov.in પર જઈ શકો છો.
આ જગ્યાઓ માટે 10મું પાસ ઉમેદવારો અને જેમની પાસે લાઈટ અને હેવી મેટર વ્હિકલનું ડ્રાઈવિંગ લાયસન્સ હોય અને જે મોટર મેકેનિજ્મ પણ જાણતા હોય.
આ જગ્યાઓ પર સીધી ભરતી દ્વારા નિમણૂંક આપવામાં આવશે. અરજી કરવા માટે જરુરી છે કે ઉમેદવારે ત્રણ વર્ષ સુધી હોમગાર્ડ અથવા સિવિલ સ્વયંસેવક તરીકે કામ કરેલું હોય.
આ જગ્યાઓ માટે ઉમેદવારની ઉંમર 18થી 40 સુધી હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારો માટે ઉંમરના નિયમમાં છૂટછાટ મળશે.