ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Indian Army Recruitment 2024: ભારતીય સેનામાં નોકરી મેળવવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. સેનાએ જજ એડવોકેટ જનરલ શાખા હેઠળ શોર્ટ સર્વિસ કમિશન મારફતે અપરિણીત પુરૂષ અને મહિલા લૉ ગ્રેજ્યુએટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવતા હોય તેઓ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય સેનાની આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ 28 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 8 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ સેનામાં ઓફિસર તરીકે નોકરી મેળવવાનું વિચારી રહ્યા છો તો અહી જાણકારી આપવામાં આવી છે.
જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજીનું વિચારી રહ્યા છો તેમની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે LLB ડિગ્રી (સ્નાતક થયા પછી 3 વર્ષનો કોર્સ અથવા 10+2 પછી 5 વર્ષનો કોર્સ) હોવો આવશ્યક છે. અરજી માટે CLAT PG 2024 સ્કોર ફરજિયાત છે. ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અથવા રાજ્યની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી માટે લાયક હોવા જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજ/યુનિવર્સિટીમાંથી સંબંધિત ડિગ્રી મેળવવી જોઈએ.
સેનામાં નોકરી મેળવવા માટે જરૂરી ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 27 વર્ષ છે. પસંદ કરાયેલા ઉમેદવારોએ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA), ચેન્નઈ ખાતે 49 અઠવાડિયાની તાલીમ લેવી પડશે. તાલીમ દરમિયાન દર મહિને 56,100 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
ભારતીય સેનામાં પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાઓ સામેલ છે. સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB) ઇન્ટરવ્યુ લેવામાં આવશે જેમાં ઉમેદવારોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવશે. મેડિકલ ટેસ્ટ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની પુષ્ટી કરવા માટે કરવામાં આવશે.