ઇન્ડિયન નેવીમાં બહાર પડી ભરતી, આટલી જોઇશે યોગ્યતા, એક લાખથી વધુ મળશે પગાર
આ માટે નેવીએ જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ બી (એનજી), જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ સી, ફાયરમેન, ફાયર એન્જિન ડ્રાઈવર, ટ્રેડસમેન મેટ, કૂક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતી બહાર પાડી છે.
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6

Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ માટે નેવીએ જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ 'બી (એનજી), જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ 'સી', ફાયરમેન, ફાયર એન્જિન ડ્રાઈવર, ટ્રેડસમેન મેટ, પેસ્ટ કંટ્રોલ વર્કર, કૂક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતી બહાર પાડી છે. આ પદો માટે અરજી કરનાર તમામ ઉમેદવારો ભારતીય નૌકાદળની અધિકૃત વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
2/6
ભારતીય નૌકાદળની આ ભરતી દ્વારા કુલ 741 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 2 ઓગસ્ટના રોજ અથવા તે પહેલા અરજી કરી શકે છે.
3/6
ભારતીય નૌકાદળમાં જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ ‘બી (એનજી) 33, જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ 'C' – 2, ફાયરમેન- 444 , ફાયર એન્જિન ડ્રાઈવર– 58, ટ્રેડ્સમેન મેટ – 161, પેસ્ટ કંટ્રોલ વર્કર-18, કૂક-9,મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ- 16 જગ્યાઓ પર ભરતી કરાશે.
4/6
ભારતીય નૌકાદળમાં નોકરી મેળવવા માટે વય મર્યાદા ચાર્જમેન (એમ્યુનિશન વર્કશોપ), ચાર્જમેન (ફેક્ટરી) - 18 વર્ષથી 25 વર્ષ, ચાર્જમેન (મેકેનિક), વૈજ્ઞાનિક સહાયક – 30 વર્ષ, ડ્રાફ્ટ્સમેન (બાંધકામ) - 18 વર્ષથી 25 વર્ષ, ફાયરમેન, ફાયર એન્જિન ડ્રાઈવર - 18 વર્ષથી 27 વર્ષ, ટ્રેડ્સમેન મેટ, પેસ્ટ કંટ્રોલ વર્કર, કૂક, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (મંત્રાલય) 18 વર્ષથી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
5/6
ભારતીય નૌકાદળ દ્વારા ભરવામાં આવનારી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને દસ્તાવેજ ચકાસણીના આધારે સત્તાવાર સૂચના મુજબ કરવામાં આવશે.જે કોઈ પણ ભારતીય નૌકાદળની આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યું છે તેણે નેટ બેન્કિંગ, વિઝા, માસ્ટરકાર્ડ, રુપે ક્રેડિટ, ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ દ્વારા 295 રૂપિયાની પરીક્ષા ફી ચૂકવવાની રહેશે. જ્યારે મહિલાઓ, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ અથવા ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
Continues below advertisement
6/6
ઇન્ડિયન નેવીમાં જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ ‘બી’ (એનજી) 35400 થી 112400 રૂપિયા, જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ ‘C’ને 25500 થી 81100 રૂપિયા, ફાયરમેનને 19900 થી 63200 રૂપિયા, ફાયર એન્જિન ડ્રાઈવરને 21700 થી 69100 રૂપિયા, ટ્રેડ્સમેન મેટને 18000 થી 56900 રૂપિયા, પેસ્ટ કંટ્રોલ વર્કરને 18000 થી 56900 રૂપિયા, કૂકને 19900 થી 63200 રૂપિયા, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફને 18000 થી 56900 રૂપિયાનો પગાર મળશે.
Published at : 22 Jul 2024 12:21 PM (IST)