Indian Navy: ધોરણ 10 અને 12 પાસ માટે ઉત્તમ તક, ઈન્ડિયન નેવીએ 1104 પદો પર બહાર પાડી ભરતી

Indian Navy Civilian Recruitment 2025: દેશની સેવા કરવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે આ એક ગોલ્ડન તક છે. ભારતીય નૌકાદળે સિવિલિયન (Civilian INCET) સરકારી નોકરીઓની 1100થી વધુ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Indian Navy Civilian Recruitment 2025: દેશની સેવા કરવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે આ એક ગોલ્ડન તક છે. ભારતીય નૌકાદળે સિવિલિયન (Civilian INCET) સરકારી નોકરીઓની 1100થી વધુ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ નવી ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 5 જૂલાઈથી સત્તાવાર વેબસાઇટ hincet.cbt-exam.in પર અરજીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં ઉમેદવારો છેલ્લી તારીખ 18 જૂલાઈ સુધી અરજી કરી શકશે. અરજી ફી ભરવાની આ છેલ્લી તારીખ પણ છે.
2/6
ભારતીય નૌકાદળે ગ્રુપ B, ગ્રુપ C ની વિવિધ નાગરિક જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડી છે. તેમાં સ્ટાફ નર્સ, ચાર્જમેન, આસિસ્ટન્ટ આર્ટિસ્ટ, ફાર્માસિસ્ટ, ફાયરમેન, ટ્રેડ્સમેન, લેડી હેલ્થ વિઝિટર, MTS, ડ્રાફ્ટ્સમેન સહિત વિવિધ જગ્યાઓ શામેલ છે.
3/6
ભારતીય નૌકાદળની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય બોર્ડમાંથી 10 અને 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન વગેરેની ડિગ્રી હોવી આવશ્યક છે. પોસ્ટ અનુસાર બધી પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. ચાર્જમેન માટે સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર / રસાયણશાસ્ત્ર / ગણિત સાથે ડિગ્રી અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હોવું જોઈએ. કેમેરામેન માટે 10મું / ડિપ્લોમા / પ્રમાણપત્ર, ફાયર એન્જિન ડ્રાઇવર માટે 12મું પાસ લાયકાત જરૂરી છે. ઉમેદવારો ભરતીની સત્તાવાર સૂચનામાંથી પોસ્ટ અનુસાર વિગતવાર લાયકાત ચકાસી શકે છે.
4/6
આ નવીનતમ ભરતી ફોર્મ માટે અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે. ઉંમરની ગણતરી 18 જૂલાઈ 2025ના આધારે કરવામાં આવશે.
5/6
પગાર- પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ અનુસાર દર મહિને 35400 થી 142400 રૂપિયા સુધીનો બેસિક પગાર મળશે. આ ઉપરાંત, અન્ય પ્રકારના પગાર ભથ્થાં અને સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
6/6
પસંદગી પ્રક્રિયા- ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક, દસ્તાવેજ ચકાસણી, મેડિકલ ટેસ્ટ વગેરેના આધારે કરવામાં આવશે. જનરલ / ઓબીસી / ઇડબ્લ્યુએસ ઉમેદવારોએ 295 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. SC / ST / મહિલા / PH ઉમેદવારો માટે કોઈ ફી નથી. ભારતીય નૌકાદળની આ ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે ઉમેદવારો ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Sponsored Links by Taboola