ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં થશે આ પદ પર ભરતી, મળશે એક લાખ 60 હજાર રૂપિયાનો પગાર
IOCL Recruitment 2023: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્ધારા કોર્પોરેટ કમ્યુનિકેશન પ્રોફેશનલની જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) તરફથી UGC-NET ડિસેમ્બર 2023ની પરીક્ષા મારફતે સંસ્થામાં ભરતી કરવામાં આવશે. આ અભિયાન દ્વારા IOCLમાં કોર્પોરેટ કમ્યુનિકેશન પ્રોફેશનલ્સની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવાની પ્રક્રિયા UGC-NET ડિસેમ્બર 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી શરૂ થશે. જ્યારે આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે.
આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરતા સામાન્ય/EWS કેટેગરીના ઉમેદવારોની ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી કરવા ઈચ્છતા અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા UGC-NET ડિસેમ્બર 2023ની પરીક્ષા, પર્સનલ ઇન્ટરવ્યૂ (PI), ગ્રુપ ડિસ્કશન (GD) અને ગ્રુપ ટાસ્ક (GT), WPT પર આધારિત હશે.
આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 50 હજારથી 1 લાખ 60 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ iocl.com પર જઈને અરજી કરવાની રહેશે.