ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
ISRO Recruitment 2024: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરે અનેક પદો પર લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ પોસ્ટ્સ માટે રજિસ્ટ્રેશન આજથી એટલે કે ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024 થી શરૂ થઈ ગયું છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. એપ્લિકેશન ફક્ત ઓનલાઈન જ અરજી કરી શકાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ભરતી અભિયાન દ્વારા કુલ 103 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. જેમાં મેડિકલ ઓફિસર એસડીની 2 જગ્યાઓ, મેડિકલ ઓફિસર એસીની 1 જગ્યા, સાયન્ટિસ્ટ અથવા એન્જિનિયર એસસીની 10 જગ્યાઓ, ટેકનિકલ આસિસ્ટન્ટની 28 જગ્યાઓ, સાયન્ટિફિક આસિસ્ટન્ટની 1 જગ્યા, ટેકનિશિયન બીની 43 જગ્યાઓ, ડ્રાફ્ટ્સમેનની 13 જગ્યાઓ અને આસિસ્ટન્ટ રાજભાષામાં 5 જગ્યાઓ છે.
ઈસરોની આ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન જ અરજી કરી શકાય છે. આ કરવા માટે તમારે ઇસરોની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે જેનું એડ્રેસ છે– isro.gov.in. તમે અહીંથી અરજી કરી શકો છો. આ પોસ્ટ્સની વિગતો જાણી શકો છો અને આગળના અપડેટ્સ પર પણ નજર રાખો.
ISRO ની આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પોસ્ટ અનુસાર છે અને બદલાય છે. આ વિશે જાણવા માટે ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી નોટિસ જોવાની સલાહ આપવામા આવે છે. જેમ કે, MBBS ઉમેદવારો મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલ ઉમેદવારો ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરી શકે છે. જ્યારે ટેકનિશિયન B અને ડ્રાફ્ટ્સમેન B ની જગ્યાઓ માટે 10 પાસ ઉમેદવાર, જેની પાસે સંબંધિત ફિલ્ડમાં ITI ડિપ્લોમા હોય તે અરજી કરી શકે છે.
આ ખાલી જગ્યાઓ માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ ગઇ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9મી ઑક્ટોબર 2024 છે. અરજી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.
પસંદગી માટે ઉમેદવારે પરીક્ષાના ઘણા તબક્કા પાસ કરવાના રહેશે. પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પછી પોસ્ટ અનુસાર સ્કિલ ટેસ્ટ અથવા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. બાદમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાશે. અંતે મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. માત્ર એક સ્ટેજ પાસ કરનાર જ બીજા સ્ટેજ પર જશે અને જે બધા સ્ટેજ પાસ કરશે તે જ ફાઈનલ પસંદ કરવામાં આવશે.