ITBP Recruitment 2024: ITBPમાં બહાર પડી અનેક પદો પર ભરતી, આ તારીખ અગાઉ કરો અરજી
ITBP Paramedical Staff Recruitment 2024: ITBP એ ઘણી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે
Continues below advertisement

ફોટોઃ ABPLIVE_AI
Continues below advertisement
1/6

ITBP Paramedical Staff Recruitment 2024: ITBP એ ઘણી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે જેઓ દેશની સેવા કરવા ઈચ્છે છે તેમના માટે આ એક શ્રેષ્ઠ તક છે. ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સે અનેક જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
2/6
ITBP પેરામેડિકલમાં SI, ASI અને HCની જગ્યાઓ ભરવામાં આવશે. આ અભિયાનમાં કુલ 29 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
3/6
નોટિફિકેશન મુજબ, ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીમાંથી આવતા ઉમેદવારોને મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
4/6
અરજી કરનાર ઉમેદવારોએ 200 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે.
5/6
રસ ધરાવતા અને અરજી કરવા પાત્ર ઉમેદવારો 28મી જુલાઈ 2024 સુધી અરજી કરી શકે છે.
Continues below advertisement
6/6
ભરતી અભિયાન માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરવાની રહેશે.
Published at : 02 Jul 2024 07:33 PM (IST)