Jobs 2023: એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીનો બેસ્ટ મોકો, મળશે 70 હજારથી વધુ પગાર
Engineering Projects Limited Jobs 2023: એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીમાં જવાનો બેસ્ટ મોકો આવ્યો છે. આ ભરતી અભિયાન એન્જિનીયરિંગ પ્રૉજેક્ટ લિમીટેડમાં 30 પદો પર ભરતી માટે ચલાવવામાં આવ્યુ છે. આ ભરતી માટે ઉમેદવાર 13 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppEngineering Projects Limited Recruitment 2023: - એન્જિનીયરિંગ પ્રૉજેક્ટ લિમીટેડે એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અનુસાર, સંસ્થામાં મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવશે. જેના માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી માટે ઉમેદવાર અધિકારીક વેબસાઇટ epi.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની અંતિમ તારીખ 13 ફેબ્રુઆરી, 2023 છે.
ખાલી પદો - આ ભરતી અભિયાનના માધ્યમથી 30 પદો પર ભરતી કરવામાં આવશે.
યોગ્યતા - ઉમેદવારોની પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાથી પદાનુસાર સંબંધિત વિષયોમાં ગ્રેજ્યૂએશન/ પૉસ્ટ ગ્રેજ્યૂએશન /બીઇ / બીટેક / એએમઆઇઇ/ સીએ /એમબીએ ડિગ્રી તથા અન્ય નિર્ધારિત પાત્રતાઓ તથા કાર્ય કરવાનો અનુભવ હોવો જોઇએ.
ઉંમર મર્યાદા - આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 32 / 35 / 42 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા - આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે શૉર્ટલિસ્ટિંગ પ્રક્રિયા / લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવશે.
પગાર ધોરણ - આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને પદાનુસાર 40,000/50,000/ 70,000 રૂપિયા પ્રતિમાસ આપવામાં આવશે.