NCERT Recruitment 2025: 60 હજાર પગારની નોકરીની તક, પરીક્ષા વગર પસંદગી, જાણો ક્યારે ઈન્ટરવ્યુ ?

NCERT Recruitment 2025: 60 હજાર પગારની નોકરીની તક, પરીક્ષા વગર પસંદગી, જાણો ક્યારે ઈન્ટરવ્યુ ?

Continues below advertisement
NCERT Recruitment 2025: 60 હજાર પગારની નોકરીની તક, પરીક્ષા વગર પસંદગી, જાણો ક્યારે ઈન્ટરવ્યુ ?

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/7
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ મીડિયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક મોટી તક આપી છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ મીડિયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક મોટી તક આપી છે.
2/7
NCERT એ એન્કર, વિડિયો એડિટર, કેમેરા પર્સન સહિત ઘણી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.ncert.nic.in પર જઈને ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.
3/7
NCERT દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ પોસ્ટ્સ માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી સીધા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. 17 માર્ચથી 22 માર્ચ, 2025 વચ્ચે વિવિધ પોસ્ટ માટે ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
4/7
એન્કર (હિન્દી અને અંગ્રેજી) માટે ઈન્ટરવ્યૂ 17 માર્ચ 2025, પ્રોડક્શન આસિસ્ટન્ટ (વિડિયો અને ઑડિયો) માટે 18 માર્ચ 2025, વિડિયો એડિટર માટે 19 માર્ચ 2025, સાઉન્ડ રેકોર્ડિસ્ટ માટે 20 માર્ચ 2025, કૅમેરા પર્સન માટે 21 માર્ચ 2025 અને ગ્રાફિક આસિસ્ટન્ટ/ આર્ટિસ્ટ માટે 22 માર્ચ 2025ની તારીખ નક્કી કરાઈ છે.
5/7
એન્કર (હિન્દી અને અંગ્રેજી) - કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું જરૂરી છે. હિન્દી અને અંગ્રેજી ભાષા પર સારી પ્રભુત્વ હોવી જોઈએ. ઇન્ટરવ્યુ કૌશલ્ય આવશ્યક છે. દ્વિભાષી ઉમેદવારોને પ્રાધાન્ય મળશે.
Continues below advertisement
6/7
પ્રોડક્શન આસિસ્ટન્ટ - ડિપ્લોમા ઇન મીડિયા (ઓડિયો/રેડિયો પ્રોડક્શન) સાથે ગ્રેજ્યુએશન આવશ્યક. બે વર્ષનો અનુભવ જરૂરી. NUENDO અથવા અન્ય ઑડિઓ એડિટિંગ સૉફ્ટવેરનું જ્ઞાન હોવું આવશ્યક છે.
7/7
ગ્રાફિક આસિસ્ટન્ટ/આર્ટિસ્ટ - ફાઇન આર્ટ્સમાં સ્નાતક અથવા ગ્રાફિક્સ અને એનિમેશનમાં ડિપ્લોમા જરૂરી છે. સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ જરૂરી છે. ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે, ઉમેદવારોએ સવારે 9 વાગ્યે CIET, NCERT, નવી દિલ્હી પહોંચવાનું રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને 60 હજાર રૂપિયા માસિક પગાર મળશે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી મદદ લઈ શકે છે.
Sponsored Links by Taboola