Jobs 2024: રેલવેમાં નીકળી ટેકનીશિયનના હજારો પદ પર વેકેન્સી, આ તારીખ પહેલા કરી દો એપ્લાય
RRB Technician Recruitment 2024: રેલ્વે ભરતી બોર્ડે બમ્પર પૉસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે. જો તમે રેલવેમાં નોકરી મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતીય રેલ્વેએ બમ્પર પોસ્ટ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલ્વે ભરતી બોર્ડે ટેકનિશિયનની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પ્રાદેશિક RRB ની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ અભિયાન માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે.
આ ભરતી અભિયાન દ્વારા રેલ્વેમાં ટેકનિશિયનની 9144 જગ્યાઓ ભરવામાં આવશે. અભિયાન દ્વારા, ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલની 1092 જગ્યાઓ અને ટેકનિશિયન ગ્રેડ III ની 8052 જગ્યાઓ ભરવામાં આવશે.
આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગીમાં કૉમ્પ્યુટર આધારિત ટેસ્ટ, ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તપાસનો સમાવેશ થાય છે.
અરજી કરવા માટે ઉમેદવારોએ 500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST, મહિલા, ટ્રાન્સજેન્ડર અથવા EWS ના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચૂકવવી પડશે.
આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ 2024 નક્કી કરવામાં આવી છે. જ્યારે અરજી ફોર્મમાં સુધારા માટેની વિન્ડો 9 એપ્રિલે ખુલશે અને 18 એપ્રિલ, 2024ના રોજ બંધ થશે.