ગ્રેજ્યુએટ્સ માટે LIC માં નોકરી કરવાની શાનદાર તક, આજથી અરજી પ્રક્રિયા શરૂ, જાણો કેટલો મળશે પગાર
જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તેઓએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરવાનું રહેશે. છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2024 છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું હોય તે જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યુટરનું પણ જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા 21 થી 28 વર્ષ છે. અન્ય પાત્રતા સંબંધિત માહિતી માટે વેબસાઇટ તપાસો.
પસંદગી બે તબક્કાની પરીક્ષા બાદ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમાં પાસ થનારને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. બંને તબક્કા પસાર કર્યા પછી જ પસંદગી આખરી થશે.
અરજી ફી તમામ ઉમેદવારો માટે સમાન છે અને રૂ 800 વત્તા 18 ટકા જીએસટી છે. અરજી કરવા માટે, lichousing.com ની મુલાકાત લો.
જો સિલેક્ટ થશે તો જે શહેરમાં પોસ્ટિંગ થશે તે પ્રમાણે પગાર થશે. આ દર મહિને 32 હજારથી 35 હજાર રૂપિયા સુધીની હોઈ શકે છે.