Jobs 2023: ઓઇલ ઇન્ડિયા લિમીટેડમાં બહાર પડી ભરતી, ડાયરેક્ટ ઇન્ટરવ્યૂથી મળશે નોકરી
Oil India Limited Jobs 2023: ઓઇલ ઇન્ડિયા લિમીટેડને ફાર્માસિસ્ટ તથા ટેકનિશિયનના પદ માટે ભરતી બહાર પાડી છે. આ પદો પર યોગ્ય ઉમેદવારોની સીધી પસંદગી ઇન્ટરવ્યૂના આધાર પર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppOil India Limited Recruitment 2023: ઓઇલ ઇન્ડિયા લિમીટેડે એક ભરતી નૉટિફિકેશન જાહેર કર્યુ છે, તે અનુસાર, સંસ્થામાં 10 પદો પર ભરતી કરવામાં આવશે, ભરતી માટે ઉમેદવાર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂમાં સામેલ થઇ શકે છે, જેનું આયોજન 15 અને 17 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
ખાલી જગ્યાઓ - અધિસૂચના અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા ઓઇલ ઇન્ડિયા લિમીટેડમાં 10 ફાર્માસિસ્ટ અને ટેકનિશિયનના પદો ભરવામાં આવશે.
યોગ્યતા - આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને ઇન્ટરમીડિએટની સાથે સંબંધિત વિશેષતામાં ડિપ્લોમાં કે તેની સમકક્ષ કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે. આ ઉપરાંત અરજી કરનારની પાસે બે વર્ષનો કાર્યનુભવ હોવો જોઇએ.
ઉંમર મર્યાદા - ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર મર્યાદા 22 થી 43 વર્ષની વચ્ચે હોવી જોઇએ. જ્યારે અનામત વર્ગો માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ રહેશે.
પગાર ધોરણ - પસંદગી પામેલા ઉમેદવારોને 16,640 રૂપિયાથી લઇને 19,500 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
ક્યાં થશે ઇન્ટરવ્યૂ - આ ભરતી અભિયાનમાં સામેલ થવા માટે ઉમેદવારોને ઓઆઇએલ હૉસ્પીટલ, ઓઇલ ઇન્ડિયા લિમીટેડ, દુલિયાનજાન, આસામ પહોંચવુ પડશે. ઇન્ટરવ્યૂ 15 અને 17 ફેબ્રુઆરીએ આયોજિત થશે.