ONGC Recruitment 2024: ONGCમાં કામ કરવાની શાનદાર તક, હાઇસ્કૂલ પાસ પણ કરી શકશે અરજી
ONGC Apprentice Recruitment 2024: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ એપ્રેન્ટિસશિપ માટે પોસ્ટ્સ બહાર પાડી હતી, જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ હવે ખૂબ નજીક છે. આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2024 છે, તેથી રસ ધરાવતા ઉમેદવારોએ કોઈપણ વિલંબ કર્યા વિના અરજી કરવી જોઈએ. ઉમેદવારો NAPS પોર્ટલ (apprenticeshipindia.gov.in) અને NATS પોર્ટલ (nats.education.gov.in) ની મુલાકાત લઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા તેમની યોગ્યતા સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસશીપની 2236 ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી બહાર પડાઇ છે. અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા શું છે.
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે પોસ્ટ મુજબ 10મું, 12મું, ITI, ડિપ્લોમા, B.Sc., BE, B.Tech અથવા BBA પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારો માટે એ જાણવું અગત્યનું છે કે અરજી પ્રક્રિયા માટે કોઇ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. તમામ કેટેગરીના ઉમેદવારો કોઈપણ ફી વગર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
હવે આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર વિશે વાત કરીએ. અરજી કરનાર ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ. અરજી કરતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે
આ ભરતીમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે 9000 રૂપિયા, ત્રણ વર્ષના ડિપ્લોમા અને બે વર્ષના આઇટીઆઇ ધારકો માટે 8050 રૂપિયા, ટ્રેડ એપ્રેન્ટિસ (એક વર્ષ) માટે 7700 રૂપિયા અને 10માના ટ્રેડ એપ્રેન્ટિસ માટે 7000 રૂપિયા પ્રતિ માસ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે..
પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાતના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર જાણ કરવામાં આવશે. શોર્ટલિસ્ટિંગનું પરિણામ 15 નવેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવશે. આ પછી ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં પણ ભાગ લેવો પડશે. અરજી કરનાર સફળ ઉમેદવારોને ખાલી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવશે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.