પંજાબ નેશનલ બેન્કમાં લેખિત પરીક્ષા વિના નોકરી મેળવવાની તક, 64,000 મળશે પગાર
PNB Recruitment 2025: બેન્કની નોકરી એ દરેકની મનપસંદ નોકરીઓમાંની એક છે. જો તમે પણ બેન્કમાં કામ કરવા માંગો છો તો તમારા માટે એક શાનદાર તક છે. પંજાબ નેશનલ બેન્કે કસ્ટમર સર્વિસ એસોસિયેટ અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવતા કોઈપણ વ્યક્તિ પંજાબ બેન્કની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબ બેન્કની આ ભરતી માટે અરજી કરનાર કોઈપણ વ્યક્તિ 24 જાન્યુઆરીના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 09 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલા મુદ્દાઓ ધ્યાનથી વાંચો.
કસ્ટમર સર્વિસ એસોસિએટ (ક્લાર્ક કેડર) માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ઓફિસ આસિસ્ટન્ટ માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. કસ્ટમર સર્વિસ એસોસિએટ (ક્લાર્ક કેડર) માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.
ઓફિસ આસિસ્ટન્ટ માટે ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષ અને મહત્તમ ઉંમર ૨૪ વર્ષ હોવી જોઇએ કસ્ટમર સર્વિસ એસોસિએટ (ક્લાર્ક કેડર) માટે 24,050થી લઇને 64,480 રૂપિયા પગાર આપવામાં આવશે. તે સિવાય ઓફિસ આસિસ્ટન્ટ માટે 19,500થી લઇને 37,815 રૂપિયા આપવામાં આવશે. રમતગમત પ્રદર્શન અને ફિલ્ડ ટ્રાયલ માટે ફક્ત શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે. ફિલ્ડ ટ્રાયલ્સ દરમિયાન પ્રદર્શનના આધારે, ઉમેદવારોને અંતિમ ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
પંજાબ બેન્ક ભરતી 2025 માટે અરજી કરવાનું વિચારી રહેલા કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. ઉમેદવારોએ બેન્કની સત્તાવાર વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અરજી ફોર્મ યોગ્ય રીતે ભર્યા પછી તેને જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો સાથે આ સરનામે મોકલવાનું રહેશે. ચીફ મેનેજર(ભરતી વિભાગ), એચઆર વિભાગ, પંજાબ નેશનલ બેન્ક, કોર્પોરેટ ઓફિસ, પહેલો માળ, વેસ્ટ વિંગ, પ્લોટ નં. 4, સેક્ટર 10, દ્વારકા, નવી દિલ્હી -110075.