ભારતીય રેલવેમાં બહાર પડી 3000થી વધુ પદો પર ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
ભારતીય રેલવેમાં નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક મોટી તક આવી છે. પૂર્વીય રેલવેએ વર્ષ 2025 માટે હજારો એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતીની જાહેરાત કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6
ભારતીય રેલવેમાં નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક મોટી તક આવી છે. પૂર્વીય રેલવેએ વર્ષ 2025 માટે હજારો એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી હેઠળ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ તરીકે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અરજી પ્રક્રિયા 14 ઓગસ્ટ 2025 થી શરૂ થશે અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરીને તેમાં જોડાઈ શકે છે.
2/6
પૂર્વીય રેલવે દ્ધારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, કુલ 3115 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી વિવિધ વર્કશોપ અને વિભાગો માટે કરવામાં આવી રહી છે, જેમાં હાવડા, સિયાલદહ, માલદા, આસનસોલ, કાંચરાપાડા, લિલુઆ અને જમાલપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ભરતી યુવાનો માટે રેલવેમાં પોતાની કારકિર્દી શરૂ કરવા માટે એક સુવર્ણ તક છે.
3/6
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો ઓછામાં ઓછા 10મું પાસ (માધ્યમિક) હોવું જોઈએ. આ સાથે સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર પણ જરૂરી છે. ઉમેદવારનું પ્રમાણપત્ર માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી હોવું જોઈએ. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, અનામત શ્રેણીઓના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
4/6
એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. પસંદગી સંપૂર્ણપણે મેરિટના આધારે થશે, જે ઉમેદવારના 10મા ધોરણ અને ITI માં મેળવેલા ગુણના આધારે નક્કી કરવામાં આવશે. સમાન ગુણ ધરાવતા ઉમેદવારોની પસંદગી તેમની ઉંમરના આધારે કરવામાં આવશે - જેમાં મોટી ઉંમરને પ્રાધાન્ય આપવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને નિશ્ચિત સમયગાળા માટે તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન તેમને સરકાર દ્વારા નક્કી કરાયેલ સ્ટાઇપેન્ડ (તાલીમ ભથ્થું) પણ મળશે. તાલીમ પૂર્ણ કર્યા પછી ઉમેદવારોને સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ મળશે, જે ભવિષ્યમાં કાયમી નોકરી માટે ફાયદાકારક બની શકે છે.
5/6
જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. એસસી, એસટી અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ તેમના 10મા અને આઈટીઆઈ પ્રમાણપત્રો, ફોટો, સહી, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો), અને આધાર કાર્ડ જેવી માહિતી તૈયાર રાખવી પડશે.
6/6
ઉમેદવારો 14 ઓગસ્ટ 2025 થી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર 2025 છે. પૂર્વીય રેલવેની સત્તાવાર વેબસાઇટ https://er.indianrailways.gov.in પર ફક્ત ઓનલાઈન મોડ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવશે.
Published at : 05 Aug 2025 11:58 AM (IST)