ધોરણ-10 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં ભરતી બહાર પડી, મળશે 40000 રૂપિયાનો પગાર
આ ભરતી માટે અરજી પ્રક્રિયા 22 મેથી શરૂ થશે. અને 5 જૂન અથવા તે પહેલા અરજી કરવાની રહેશે. આ ભરતી પરીક્ષા 03 જુલાઈથી 12 જુલાઈ 2024 દરમિયાન સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલા સ્થળ પર લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારે છે તે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા પાસિંગ સાથે ધોરણ 10માં પાસ થયેલ હોવા જોઈએ.
એરફોર્સમાં અગ્નિવીરની નોકરી મેળવવા માટે ઉમેદવારનો જન્મ 02 જાન્યુઆરી 2004 અને 02 જુલાઈ 2007 (બંને દિવસો સહિત) ની વચ્ચે થયો હોવો જોઈએ.
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર બનવાની ઈચ્છા ધરાવતા કોઈપણ ઉમેદવારને પસંદ કરવામાં આવે તો 30000થી 40000 સુધીનો પગાર મળશે.
જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરશે છે તેને આ પ્રોસેસમાં પસાર થવું પડશે. જેમાં સંગીતકાર સાધનો વગાડવાની કાર્યક્ષમતા પરીક્ષણ, અંગ્રેજી લેખિત કસોટી, શારીરિક ફિટનેસ ટેસ્ટ (PFT), અનુકૂલનક્ષમતા ટેસ્ટ-II અને તબીબી તપાસનો સમાવેશ થાય છે.