ધોરણ 12 પાસ માટે રેલવેમાં 3000 થી વધુ ભરતી, અરજી પ્રક્રિયા થઈ શરૂ, જાણો લાસ્ટ ડેટ

આ જગ્યાઓ માટેની અરજી આજે એટલે કે 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2024 છે. આ તારીખ પહેલાં જણાવેલા ફોર્મેટમાં અરજી કરી દો. થોડા સમય પહેલા RRBએ ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. ગ્રેજ્યુએટ જગ્યાઓ માટે અરજી 14 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને તેના દ્વારા કુલ 8113 જગ્યાઓ ભરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જ્યારે 10+2 કેટેગરી માટે કુલ 3445 જગ્યાઓ પર ભરતી થશે. આ રીતે આ ભરતી અભિયાન દ્વારા કુલ 11588 જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોની નિમણૂક થવાની છે. હવે બંને પ્રકારની જગ્યાઓ માટે અરજી શરૂ થઈ ગઈ છે.

અરજી 20 ઓક્ટોબરે રાત્રે 11.59 સુધી કરી શકાશે. ફી નું પેમેન્ટ 21 અને 22 ઓક્ટોબર 2024ના રોજ કરી શકાશે. એપ્લિકેશનમાં સુધારા માટેની વિન્ડો 23 ઓક્ટોબરે ખુલશે અને 1 નવેમ્બર 2024 સુધી ખુલ્લી રહેશે. આ દરમિયાન તમે તમારી અરજીઓમાં સુધારો કરી શકો છો.
RRB NTPC ની અંડરગ્રેજ્યુએટ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે જરૂરી છે કે ઉમેદવારે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2 ની પરીક્ષા પાસ કરી હોય. આ જગ્યાઓ માટે વય મર્યાદા 18થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજી માત્ર ઓનલાઈન થશે, આ માટે ઉમેદવારોએ તેમના પ્રદેશની વેબસાઇટ પર જવું પડશે.
આ જગ્યાઓ પર પસંદગી અનેક સ્તરની પરીક્ષા પાસ કર્યા પછી થશે. સૌ પ્રથમ CBT વન ટેસ્ટ થશે. તેને પાસ કરનારા CBT ટૂ આપશે. આગલા તબક્કામાં જગ્યા અનુસાર ટાઇપિંગ સ્કિલ ટેસ્ટ/કમ્પ્યુટર બેઝ્ડ એપ્ટીટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે. તેને પાસ કરનારા દસ્તાવેજ ચકાસણી રાઉન્ડમાં જશે અને અંતે મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે.
આ જગ્યાઓ માટે અરજી ફી ની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ફી આપવી પડશે, જેમાંથી 400 રૂપિયા CBT 1માં બેસ્યા પછી રિફંડ થઈ જશે. SC, ST, એક્સ સર્વિસમેન, PWD, મહિલા ઉમેદવારોએ ફી તરીકે 250 રૂપિયા આપવા પડશે. આ બધા પૈસા CBT 1 એક્ઝામ આપ્યા પછી પાછા મળી જશે.