Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Railway Jobs 2024: ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની ગોલ્ડન તક, આ ઉમેદવારો તરત જ કરો અરજી
RRB NTPC Recruitment 2024: ભારતીય રેલવેમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઇને તરત અરજી કરી લો. ભારતીય રેલવે ભરતી બોર્ડે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ ભારતીય રેલવેમાં 3 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવેમાં કુલ 3445 જગ્યાઓ પર ભરતી માટે આ ભરતી અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન ક્લાર્ક અને જૂનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
RRB NTPC માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલ હોવું આવશ્યક છે.
RRB NTPC માટે ઉમેદવારોની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
ભરતી અભિયાન હેઠળ કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 21,700 રૂપિયાનો પગાર આપવામાં આવશે. જ્યારે એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જૂનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન ક્લાર્કની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને 19,900 રૂપિયાનો પગાર મળશે.
આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે સત્તાવાર સાઇટ rrbapply.gov.in ની મુલાકાત લેવી પડશે.