Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં 1700થી વધુ પદો પર ભરતી, પરીક્ષા વિના મળશે નોકરી

Recruitment 2024: ભારતીય રેલવેમાં સરકારી નોકરીની ભરતી શોધી રહેલા યુવાનો માટે સારી તક છે. નોર્થ વેસ્ટર્ન રેલવે, રેલવે રિક્રુટમેન્ટ સેલ એ 1700 થી વધુ એપ્રેન્ટીસ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
RRC NWR Recruitment 2024: ભારતીય રેલવેમાં સરકારી નોકરીની ભરતી શોધી રહેલા યુવાનો માટે સારી તક છે. નોર્થ વેસ્ટર્ન રેલવે (NWR), રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) એ 1700 થી વધુ એપ્રેન્ટીસ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતીની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. અરજીની પ્રક્રિયા RRC જયપુરની અધિકૃત વેબસાઇટ rrcjaipur.in પર 10 નવેમ્બર 2024થી શરૂ થઈ છે.
2/6
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતીમાં છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકે છે. આ પછી કરવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. રેલવે રિક્રુટમેન્ટ સેલની આ ખાલી જગ્યાઓ જુદી જુદી કચેરીઓ માટે બહાર પાડવામાં આવી છે. કઈ કચેરી માટે કેટલી જગ્યાઓ ખાલી છે? ઉમેદવારો નીચે આપેલા કોષ્ટકમાંથી તેની વિગતો જોઈ શકે છે.
3/6
ડીઆરએમ ઓફિસ, અજમેર 440, ડીઆરએમ ઓફિસ, બિકાનેર 482, ડીઆરએમ ઓફિસ જયપુર 532, ડીઆરએમ ઓફિસ જોધપુર 67, BTC કેરેજ, અજમેર 99, BTC LOCO, અજમેર 69, કેરેજ વર્કશોપ બિકાનેર 32, કેરેજ વર્કશોપ જોધપુર 70 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.
4/6
રેલવેની આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે માન્ય બોર્ડમાંથી 10મું પાસ હોવું જોઈએ. આ ઉપરાંત સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું પણ જરૂરી છે. આ સિવાય ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ.
5/6
જો કે, અનામત કેટેગરીમાં વયમાં છૂટછાટ આપવામાં આવે છે. ઉમેદવારો સત્તાવાર ભરતી સૂચનામાંથી પાત્રતા સંબંધિત અન્ય વિગતો ચકાસી શકે છે.
6/6
સૌથી પહેલા RRC નોર્થ વેસ્ટર્ન રેલવેની સત્તાવાર વેબસાઇટ nwr.indianrailways.gov.in પર જાવ. હવે રિક્રૂટમેન્ટ સેક્શન પર ક્લિક કરો. અહીં Engagement Of Apprentices લિંક પર જાવ. ફોર્મ તમારી સામે ખુલશે. તેમાં તમામ વિગતો કાળજીપૂર્વક ભરો. બધા દસ્તાવેજો અપલોડ કર્યા પછી એપ્લિકેશન ફી ચૂકવો. ફોર્મનું અંતિમ પ્રિન્ટઆઉટ લો અને તેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખો.
Sponsored Links by Taboola