Recruitment 2024: એન્જિનીયરિંગ કર્યુ છે તો આ સરકારી નોકરી માટે ભરો ફોર્મ, હાથમાંથી ના નીકળી જાય મોકો
Job Alert: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમે આ ભરતીઓ માટે અરજી કરી શકો છો. રજિસ્ટ્રેશન ચાલુ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 4મી જુલાઈ 2024 છે. આ ખાલી જગ્યાઓ પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા તેની સબસિડિયરી કંપની ટ્રાન્સમિશન યૂટિલિટી ઓફ ઈન્ડિયા માટે બહાર પાડવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ભરતી અભિયાન દ્વારા ટ્રેઇની એન્જિનિયરની કુલ 435 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી ઘણા સમયથી ચાલી રહી છે અને હવે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે.
જે ઉમેદવારો લાયકાત ધરાવતા અને રસ ધરાવતા હોવા છતાં કોઈ કારણસર આજ સુધી અરજી કરી શક્યા નથી, તેઓએ હવે ફોર્મ ભરવું જોઈએ. આ પછી તમને આ તક નહીં મળે.
અરજી કરવા અને આ પૉસ્ટ્સની વિગતો જાણવા માટે તમારે પાવર ગ્રીડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – careers.powergrid.in.
અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે BE અથવા B.Tech કરેલ હોવું જરૂરી છે. B.Sc એન્જીનિયરીંગ કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
આ સાથે, ઉમેદવાર માટે માન્ય GATE સ્કોર હોવો જરૂરી છે. વય મર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. આરક્ષિત વર્ગને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
ઉમેદવારોના ગેટ સ્કૉર પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે. આ સિવાય ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યૂના માર્ક્સ આધારે પસંદગી કરવામાં આવશે. ફી 500 ફી છે, આરક્ષિત કેટેગરીએ ફી ચૂકવવાની જરૂર નથી.