Sarkari Naukri: BHUમાં નોકરી મેળવવાનો શાનદાર મોકો, નોંધી લો જરૂરી વિગત
આ ભરતી અભિયાન દ્વારા, TGT, PGT, PRT અને આચાર્યની કુલ 48 જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓનલાઈન અરજી કર્યા બાદ, અરજી ઓફલાઈન પણ મોકલવાની રહેશે. આ માટેનું સરનામું છે - ઑફિસ ઑફ ધ રજિસ્ટર, રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેલ, હોલકર હાઉસ BHU, વારાણસી.
ઓનલાઈન અરજી કરવા અને આ પોસ્ટ્સની વિગતો જાણવા તમારે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ bhu.ac.in ની મુલાકાત લેવી પડશે.
અરજી માટેની પાત્રતા અને વય મર્યાદા પોસ્ટ મુજબ છે અને બદલાય છે. તમે વેબસાઇટ પરથી તેની વિગતો ચકાસી શકો છો.
અરજી કરવા માટે, જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ ગ્રુપ A પોસ્ટ માટે છે, ગ્રુપ B પોસ્ટ માટે ફી રૂ 500 છે. રિઝર્વ કેટેગરીમાં ફી ભરવાની જરૂર નથી.
હવે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવીને 19મી જુલાઈ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઓફલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 24 જુલાઈ કરવામાં આવી છે જે પહેલા 17 જુલાઈ હતી.