Sarkari Naukri: કમ્પ્યુટરમાં કર્યો હોય અભ્યાસ તો આજે જ કરો આ ભરતી અભિયાન માટે અરજી, 63,200 મળશે પગાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2024 07:24 AM (IST)

1
સૂચના અનુસાર, આ ભરતી ડ્રાઇવ દ્વારા કમ્પ્યુટર ઓપરેટરની કુલ 148 જગ્યાઓ ભરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એપ્લીકેશન/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોવી આવશ્યક છે. ડિપ્લોમા પાસ ઉમેદવારો ભરતી માટે અરજી કરી શકે છે. પાત્રતા સંબંધિત વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર સૂચના ચકાસી શકે છે.

3
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
4
પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 19,900 થી રૂ. 63,200 સુધીનો પગાર આપવામાં આવશે.
5
અરજી કરવા માટે, ઉમેદવારે અધિકૃત સાઇટ hc-ojas.gujarat.gov.in ની મુલાકાત લેવી પડશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15મી જૂન છે.