SBI Clerk Jobs 2023: 8 હજારથી વધારે ક્લાર્કની જગ્યા ભરવા SBI એ શરૂ કર્યુ અભિયાન, ગ્રેજ્યુએટ્સ કરો અરજી
બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હજારો જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત સાઈટ sbi.co.in પર જઈને ભરતી ડ્રાઈવ માટે અરજી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાલી જગ્યાની વિગતો: આ ભરતી ડ્રાઈવ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કુલ 8283 જુનિયર એસોસિએટ્સ પોસ્ટ્સ ભરશે.
લાયકાત: આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવો જોઈએ.
વય મર્યાદા: ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ હોવા જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી: SBI ની ભરતી ડ્રાઈવ માટે અરજી કરનારા ઉમેદવારોએ 750 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી વિવિધ તબક્કામાં લેવાયેલી પરીક્ષાના આધારે કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી માટે પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.