ગુજરાતમાં આજથી શરૂ થયું નવું શૈક્ષણિક સત્ર, તિલક કરીને વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત, જુઓ તસવીરો
ગુજરાત શિક્ષણ બોર્ડની હેઠળની રાજ્યની પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાળા શરૂ થતાંની સાથે આજે વિદ્યાર્થીઓ ને કોરોના ગાઈડલાઈન ને લઈ સમજણ આપવામાં આવી હતી.
શરદી ખાંસી ધતાવતા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા વાલીઓને સ્કૂલો દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઉનાળુ વેકેશન પૂર્ણ થતા ફરીથી સ્કૂલોના કેમ્પસ-મેદાનો વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યા હતા
વેકેશનમાં રાજય બહાર કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસ કરી આવ્યા છે તેમની યાદી તૈયાર કરી તેમની તબિયત રિપોર્ટ જાણવામાં આવશે.
આ શૈક્ષણિક વર્ષ સીબીએસઈ પેટર્ન મુજબ માર્ચ અંત સુધીનું રહેશે કે પહેલાની જેમ એપ્રિલ અંત સુધીનું રહેશે તે હજુ નક્કી નથી.
બોર્ડની નવી શિક્ષણ સમિતિ ગુજરાત બોર્ડની સ્કૂલોની શૈક્ષણિક પેટર્ન-દિવસો અને કેલેન્ડર નક્કી કરશે.